કમ્પ્યુટર એટલે શું? | computer in Gujarati

મ્પ્યુટર એટલે શું?


અંગ્રેજી ભાષામાં computer – કોમ્પ્યુટર શબ્દ to compute ક્રિયાપદ પરથી આવ્યો છે.To compute એટલે ગણતરી કરવી. – ગણવું.

તેથી જનસામાન્યમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે કોમ્પ્યુટર એ એક જાતનું ગણતરી કરવાનું ઝડપી ગણતરી કરવાનું કેલ્ક્યુલેટર છે, પણ વસતાવમાં સામાન્ય કેલ્ક્યુલેટરની જેમ તે માત્ર ગણિત પૂરતું સીમિત નથી રહ્યું.

શરૂઆતમાં તો કોમ્પ્યુટરનો ઉપયોગ માત્ર મોટીમોતી જટિલ ગણતરીઓ કરવા જ થતો હતો. પણ આજે વાંચન, લેખન, ચિત્રો દોરવા, ડૉક્યુમેન્ટ તૈયાર કરવા, સંગીત માણવું કે ચલચિત્રો જોવા જેવા અનેક કાર્યોમાં કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે.

ઈન્ટરનેટ કોમ્પ્યુટરનું વિશ્વવ્યાપી નેટવર્ક છે. તે દ્વારા તમે ગમે તે વિષય પર ગમે તેટલી માહિતી તમારા પર્સનલ કોમ્પ્યુટર (PC) પર મેળવી શકો છો. તમે દુનિયાભરમાં બીજા ઇન્ટરનેટ યુઝર સાથે સંપર્ક કરી શકો. થોડી જ ક્ષણોમાં દુનિયાના એક છેડેથી બીજે છેડે ઈ-મેઈલનું આદાનપ્રદાન થઈ શકે છે

કોમ્પ્યુટર એક ઈલેક્ટ્રોનિક મશીન છે. તમે જે કહેશો તે પ્રમાણે જ તે કામ કરશે. તમે આપેલી સૂચનાઓનો તે ચોકસાઈથી અમલ કરશે. જો તમે ખોટી સૂચના આપી હશે તો જ તે ભૂલ કરશે.

કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને data (ડેટા) કહેવામા આવે છે. કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી ડેટા (ઈનપુટ) પર પ્રક્રિયા (પ્રોસેસિંગ) કરી આઉટપુટ આપે છે. હવે આપણે કોમ્પ્યુટર ની પરિભાષાને સમજીશું.

ઈનપુટ : ડેટા (સંખ્યા, અક્ષરો, ચિત્રો કે અવાજ) જે કોમ્પ્યુટરમાં એન્ટર કરવામાં આવે છે.

પ્રોગ્રામ : ડેટા પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને આપવામાં આવતી તર્કબદ્ધ ક્રમિક સૂચનાઓનો સમૂહ

પ્રોસેસિંગ : સૂચના (પ્રોગ્રામ) મુજબ કોમ્પ્યુટર ડેટા પર જે પ્રક્રિયા કરે છે તે પ્રોસેસિંગ.

આઉટપુટ : ડેટા પર પ્રક્રિયા કર્યા પછી જે માહિતી મળે છે તે મોનીટર પર દર્શાવે છે તે, અથવા તો પ્રિન્ટરની મદદથી છાપીને પણ મેળવી શકાય તે આઉટપુટ.

હાર્ડવેર: કોમ્પ્યુટરને લગતા બધા જ સાધનો અને ડિવાઈસિઝ જેવા કે કીબોર્ડ, CPU બોક્સ, CPU બોક્સની અંદરની ઈલેક્ટ્રોનિક સર્કિટ વગેરે, જે કઈ તમે જોઈ શકો કે સ્પર્શી શકો.

સૉફ્ટવેર : કોમ્પ્યુટરમાં સ્ટોર કરેલી બધી જ માહિતી, ડેટા અને પ્રોગ્રામ્સ.

Newest
Previous
Next Post »